જગુદણ રેલવે લાઈન પર શેનું ચાલી રહ્યું છે કામ ?? શું છે DFC ? જગુદણ ને શું ફાયદો ?? - Western DFC Gujarat

      છેલ્લા કેટલાક સમય થી જગુદણ ના રેલવે સ્ટેશન પાસે કામ ચાલી રહ્યું છે આ કામ અમદાવાદ થી જગુદણ સુધી ની રેલવે લાઈન પાસે ચાલી રહ્યું છે અને જગુદણ થી વળી જાય છે....ગામ માં આ કામ વિશે અલગ અલગ તર્કો ચાલી રહ્યા છે ... તો જાણો આ શેનું કામ ચાલી રહ્યું છે ..અને


Dedicated Freight Corridor (DFC )


"ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન (સમર્પિત માલ કોરિડોર )"

  •    હા, આ કામ રેલવે સબંધિત છે। ..ભારત માં દરરોજ 2 કરોડ 30 લાખ લોકો ભારતીય રેલ નો ઉપયોગ કરે છે. અને 30 લાખ ટન થી  વધુ માલ એક જગ્યા એ થી બીજી જગ્યા એ લઇ જવામાં આવે છે. ભારતની હાલ ની રેલવે લાઈનો પર જરૂર થી વધુ દબાણ છે જે યાત્રીઓ અને માલપરીવહન માટે મોટી કસોટી છે.
  • ભારતમાં સડક માર્ગો નું પ્રભુત્વ વધી રહ્યું છે જેના કારણે રેલવે થી થતી માલ હેરફેર ઓછી થઇ છે. 1950-51 માં 86% માલ ની હેરફેર રેલવે થી થતી હતી જે હવે 2011-12 માં 36% થઇ ને ગઈ છે. 
  • આ કારણોસર ભારત સરકારે 30 ઓક્ટોબર 2006 એ DFC (સમર્પિત માલ કોરિડોર) ની શરૂઆત કરી.

  • ઉદેશ :- યાત્રી અને માલ બંને નું સંચાલન અલગ અલગ કરવું.. 
  • પ્રથમ ચરણ માં બે કોરિડોર બનાવવાનું નક્કી કરેલ છે .પૂર્વીય કોરિડોર અને પશ્ચિમ કોરિડોર કુલ લંબાઈ 3350 કિમિ છે.


પશ્ચિમ કોરિડોર

  • 1500 કિમિ લાંબો છે.
  • જે ઉત્તરપ્રદેશના દાદરી થી લઇ ને હરિયાણા - રાજસ્થાન - ગુજરાત થી મહારાષ્ટ્ર ના  મુંબઈ માં પૂરો થશે.

  • ગુજરાત માં તે વડોદરા - આળંદ - ખેડા - અમદાવાદ - ગાંધીનગર - મેહસાણા - પાટણ - બનાસકાંઠા માંથી પસાર થશે જેની કુલ લંબાઇ 565 કિલોમીટર છે  જેમાં જગુદણ પણ આવી જાય છે.

પૂર્વીય કોરિડોર

  • 1850 કિમિ લાંબો છે.
  • જે લુધિયાણા થી શરૂ થઇ ને પંજાબ - હરિયાણા - ઉત્તરપ્રદેશ - બિહાર - ઝારખંડ થી પશ્ચિમ બંગાળ ના કોલકાતા માં પૂરો થશે. 




ખૂબીઓ 

  1. પ્રતિ રેલ માલ લઇ જવાની ક્ષમતા 5000 ટન  થી વધી ને 13000 ટન  થઇ જશે.
  2. માલગાડી ની હાલ ની ઝડપ 75 કિમિ\કલાક છે તે વધી ને 100 થશે.
  3. અલગ લાઈન મળવાથી સરેરાશ ઝડપ માં વધારો થશે.
  4. માલગાડી ની લંબાઈ 700 મીટર થી વધારી ને 1500 મીટર કરી શકાશે.
  5. ટાઈમ ટેબલ થી માલગાડીઓ નું સંચાલન થઇ શકશે.
  6. પશ્ચિમ કોરિડોર પર ડબલ ડેક્કર માલગાડી ચાલી શકશે.

ખર્ચ 

  • 81,459 કરોડ રૂપિયા માં તૈયાર થશે આખો કોરિડોર....
  • પૂર્વિય કોરિડોર નો ખર્ચ વર્લ્ડ બેન્ક પાસે થી લેવામાં આવ્યો છે.
  • પશ્ચિમ કોરિડોર ને જાપાન ઇન્ટરનૅશનલ કોઓપરેશન એજેન્સી (જૈકા) એ વિત્ત પૂરું પાડ્યું છે.

જગુદણ ને શું ફાયદો ??


  •  ઉપર ની યોજના જગુદણ ગામ માટે બહુ લાભકારી છે.
  • સરકાર જ્યાં જ્યાં આ લાઈન જાય છે ત્યાં ત્યાં આજુ બાજુ ઔધોગિક કેન્દ્રો અથવા લોજિસ્ટિક પાર્ક બનાવવા જઈ રહી છે.
  • જેમાં સરકાર પબ્લિક સેક્ટર ને જોડાવવા માટે આહવાહન કરી રહી છે.
  • સરકાર લાઈન ના આજુબાજુ માલ ભરવા માટે, લેબલિંગ કરવા માટે અને તેમનું રિટેલિંગ કરવા માટેના એકમો ખોલાવશે.
  • સરકાર થેર્ડ પાર્ટી લોજિસ્ટિક એકમો દ્વારા ગ્રાહકો ને માલ પહોંચાડવા, લોડ કરવા અને મોકલાવવા માટે અંત સુધી ની સુવિધાઓ આપશે.
  • DFC નું નિર્માણ એ તેના રૂટ પાર ઔધોગિક વિકાસ ની અપાર સંભવનાઓ લઇ ને આવશે.
  • રૂટના આજુબાજુ ના વિસ્તારો નું પુરી રીતે ઔધોગિકરણ કરવામાં આવશે.
  • જેનો સંપૂર્ણ લાભ લેવાનું આપણે ચૂકવું ન જોઈએ. 

ધન્યવાદ....

Comments

Popular posts from this blog

જગુદણના પુસ્તકાલય ની આવી દશા ? કોણ છે જવાબદાર ? All about Jagudan library...

Sheth d.h.highschool

કે કેવું છે મારુ જગુદન ? :- Poem on Jagudan