જગુદણના પુસ્તકાલય ની આવી દશા ? કોણ છે જવાબદાર ? All about Jagudan library...

શુ જગુદણ માં પુસ્તકાલય છે ? library છે ?

  સવાલ છે આજે અમુક જગુદણ ના લોકો નો. મોટા ભાગના લોકો ને એ ખબર જ નથી કે જગુદણ માં એક સરકારી પુસ્તકાલય છે. જેને ખબર છે તેઓ કાંતો ઘરડા છે અથવા પુસ્તકાલય ની આજુબાજુ રહે છે. બાકીના વિસ્તાર માં રહેતા લોકો ને એમાંય ખાસ કરીને યુવા પેઢીને ખબર જ નથી કે જગુદણ માં પુસ્તકાલય છે અને તે પણ સરકારી છે. સરકાર દ્વારા મફત પ્રાપ્ત થતા બધા જ સામાયિકો, સાપ્તાહિકો અને માસિક પુસ્તકો આ પુસ્તકાલય માં આવે છે.તો ચાલો આજે આ ખોવાઈ ગયેલા પુસ્તકાલય ને અંદર થી નીરખીયે.....

ઇતિહાસ 

  પણું પુસ્તકાલય ખુબજ જૂનું છે તેનું બાંધકામ 1952-1956 ની વચ્ચે કરવા માં આવ્યું હતું. તે વખતે ગામ ના બે દાતાઓ ,સરકાર ની મદદ,અને મહેસાણા જિલ્લા લોકલ બોર્ડ ની મદદ થી 10,000 રૂપિયા ભેગા કરીને  આ પુસ્તકાલય ઉભું કરવામાં આવ્યું હતું. એ વખત ના મોઘામૂલા 10000 રૂપિયા ખર્ચી ને બનાવાયેલુ  આ પુસ્તકાલય આજે પણ આપણા પૂર્વજ કાલ  ના શિક્ષણ માટે કેટલા ચિંતિત હતા તેની સાક્ષી પુરે છે. ગામ ભણે વાંચે આગળ વધે એવો એમનો પ્રયત્ન રહ્યો હશે.



વિશિષ્ટતાઓ 

         બહાર થી ખરાબ દેખાતા આ પુસ્તકલાય માં શુ શુ પડ્યું છે એ જાણવાંનો પ્રયત્ન કરીયે તો બહુજ જ્ઞાન વર્ધક પુસ્તકો પડેલા છે.

  • નવલકથાઓ :- પુસ્તકાલયમાં મુખ્ય પુસ્તકો નવલકથાઓ છે જેમકે સરસ્વતી ચંદ્ર , અપરાધી, શરણાઈ ના સુર જેવી ઝવેરચંદ મેઘાણી અને ગોવર્ધનરામ ત્રિપાઠી ની કૃતિઓ છે.
  • હાસ્યકથાઓ :- પુસ્તકાલય માં 'આવ્યા એવા ગયા','ડાહ્યાની દોઢ ડાયરી','મિકી મિકી વાલ્મિકી' જેવા અનેક હાસ્ય ઉપજાવતા પુસ્તકો છે.
  • તંત્ર-મંત્ર-જ્યોતિસ :- પુસ્તકાલયમાં જ્યોતિષ વિદ્યા, જાદુ અને તંત્ર મંત્ર ના પુસ્તકો જેવાકે 'હસ્તરેખાના ચમકારા','જ્યોતિષ અભિજ્ઞાન','સાયન નક્ષત્ર','સંમોહન અને વિજ્ઞાન' છે.
  • ટૂંકી વાર્તાઓ :- 'સત્યની શોધમાં','વેવિશાળ','પહેલો વરસાદ','મન મોતી અને કાચ' જેવી નાની વાર્તાઓ ના પણ પુસ્તકો છે. 
  • રહસ્યકથાઓ:- 'દહેશત','હમશકલ','સન્નાટો','પાણી નું પારસલ' જેવી રોમાંચક રહસ્યકથાઓ ના પુસ્તકો પણ આ પુસ્તકાલય માં છે.
  • પ્રવાસ નિબંધ:- પુસ્તકાલય માં 'માનસરોવર ની સાનિધ્યમાં','નર્મદા','દેવોની ઘાટી' જેવા સુંદર પ્રવાસ નિબંધો ના પુસ્તકો પણ છે.
  • આત્મકથાઓ :-ઘણા લેખકો ની આત્મકથાઓ 'મારી દુનિયા - સ્નેહરસમી','સત્યના પ્રયોગો-ગાંધીજી','અગનપંખ -કલામ' ના પુસ્તકો છે.
  • દેશભક્તિ :- દેશભક્ત માટે 'રાષ્ટ્રીય અભિજ્ઞાન','સરદાર ની ગ્રંથમાળાઓ 1-2-3','આંબેડકરની ગ્રંથમાળાઓ 1-2' જેવા દેશપ્રેમ ના પુસ્તકો પણ છે.
  • ભક્તિરસ :- ભક્તિમય લોકો માટે 'શ્રી સ્વામિનારાયણ સૌરભ'.'નાનકદેવના સૂક્તો','ઈસુ-ખ્રિસ્તીના સૂક્તો','ઋગ્વેદ ની નીતિ કથાઓ'.'શ્રી રામના સૂક્તો','ભગવદ નવનીત' જેવા અનેક પુસ્તકો છે.
  • જીવનચરિત્ર:- 'રામક્રુષ્ન પરમહંસ','વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ','દલિત દિવાકર આંબેડકર' જેવા બીજા ઘણા જીવનનો અનુભવ આ પુસ્તકોમાં છે.
  • સ્વાસ્થ્યવર્ધક:-'આહાર દ્વારા આરોગ્ય','કેન્સરને સમજીયે','શરીર પરિચય' જેવા સ્વાસ્થ્યવર્ધક પુસ્તકો પણ આ પુસ્તકાલય માં છે.
આ ઉપરાંત 'સફારી' અને 'લિબર્ટી' ના પણ સામાયિકો અને માસિકો પુસ્તકાલય માં આવે છે. 
નાના બાળકો માટે 'ચંપક','બાલસૃષ્ટિ','બાલતરંગ' જેવા સામાયિકો પુસ્તકાલય માં આવે છે.

દુર્દશા


  1. આજે આવા અમૂલ્ય પુસ્તકાલય માં electricity જ નથી. ના પંખા ના લાઈટ ના કોઈ કનેકશન.
  2. વાંચવા માટે લાબું ટેબલ પણ બેસવા માટે ફક્ત 2 ખુરસી.
  3. આજુ બાજુ ગંદકી ઘાસ ને કચરો.
  4. જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. પુસ્તક ની નોંધણી થતી નથી.
  5. સંચાલન ના નામે કોઈ નહિ. સવાર નું છાપું ક્યાં જાય છે કોઈ ને ખબર નહિ.
  6. કોઈ ને પુસ્તક જોવે છે તો આપવા વાળું કોઈ નહિ. જો કોઈ લઇ જાય છે તો પાછું માંગનાર કોઈ નહિ.
  7. દરરોજ ના છાપા અને સામાયિકો પસ્તી ના જેમ પડેલા નજરે પડે છે. 
  8. પુસ્તકાલય ક્યારે ખુલે છે ક્યારે બંધ નક્કી નથી.
  9. યુવાનો માં પુસ્તકાલય પ્રત્યે ઉદાસીનતા.
  10. ગામમાં પુસ્તકાલય છે? ક્યાં છે ? 50% ઉપર લોકો ને ખબર નથી.
  11. સરકાર દ્વારા મળતી મફત યોજનાઓમાં પણ નામાંકન નથી.
  12. માત્ર એક સરકારી જગ્યા...અમાનવીય તત્વો માટે મહેફિલ ની જગ્યા...
  13. સંચાલન ના અભાવે સરકાર દ્વારા પણ સામાયિકો બંધ કરવાની ચીમકી...


              પુસ્તકાલય ગામના લોકો માટે છે અને તેને સાચવવું આપણી જવાબદારી છે. ગામલોકો એ કરેલી આ પુસ્તકાલય ની અવગણના નું આજે આ પરિણામ છે કે અખૂટ જ્ઞાન નો ભંડાર હોવા છતાં આજની પેઢી આ વ્યવસ્થા નો લાભ ઉઠાવી શકી નથી. મોબાઈલ ના યુગ માં આજે પણ એવી કૈક વાતો છે રહસ્યો છે વાર્તાઓ છે કે જે online મળતી નથી તે બધું જ્ઞાન અને માહિતી આ પુસ્તકાલય માં છે. તો દરેક ગામ લોકો એ પુસ્તકાલય ને આ દુર્દશા માંથી બહાર કાઢવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને આપણી આ આમુલ્ય વિરાસત ને સાંભળવી જોઈએ..


હવે આપણે સમજી જ ગયા હોઇશુ કે કોણ છે પુસ્તકાલય ની આ પરિસ્થિતિ નો જવાબદાર?


For English reader click here.
For location on map click here.

Comments

Popular posts from this blog

Sheth d.h.highschool

કે કેવું છે મારુ જગુદન ? :- Poem on Jagudan