કે કેવું છે મારુ જગુદન ? :- Poem on Jagudan





વહેલી પરોઢિયે ઊઠયો હતો , ને સુરજ જોઈ વિચારતો હતો,
લાવ ને કહું મારા ગામ વિશે બે વચન ,
કે કેવું છે મારુ જગુદન ?

જ્યાં સુરજ ઉગે સોનાનો , ને રાત થાય રૂપની ,
જ્યાં આખો ' દિ હોય મહેનત ની લગન,
એવું છે મારુ જગુદન..

અહીં ખેતરો છે ગામ માં , ને ઉદ્યોગો પણ કતારમાં,
જ્યાં સતત ચાલે ઘરમાં ચુલાનું સ્પંદન,
એવું છે મારુ જગુદન ...

અહીં નથી એકેય નદી , કે નથી એકેય વન,
તોયે થઇ જાય સાવજ થઇને ફરવાનું મન,
એવું છે મારુ જગુદન ...

અહીં પુરુષ માં પુરુષાર્થ વધુ , ને મહિલા ને માન વધુ,
જ્યાં બાળકોનો વિશ્વાસ આંબે ગગન,
એવું છે મારુ જગુદન ...

અહીં વીરપુરુષ ને માન મળે , ને દેવાલય ને દાન મળે,
જ્યાં દુરાચારી નું થાય છે મર્દન,
એવું છે મારુ જગુદન ...

અહીં સજ્જન સાથે ગામ, તોયે એને પણ લગામ,
દુર્જનોને દેખાડે ગામ દર્પણ,
એવું છે મારુ જગુદન ...

અહીં વૃદ્ધો પાસે જ્ઞાન , ને વિદ્યાર્થી પાસે વિજ્ઞાન,
જ્યાં યુવાન હોય કામ માટે થનગન,
એવું છે મારુ જગુદન ...

અહીં ઉત્સવોના છે રંગ , ને વાય મસ્તીના પવન,
જ્યાં થાય વારંવાર જવાનું મન,
એવું છે મારુ જગુદન ...
 
સાંજ પડી કામ માં ને ફરવા નીકળ્યો ગામ માં,
જાણ્યું ,કે હાજી છૂટવા જોઈએ મનના બંધન,
જો એવું થાય મારુ જગુદન..

ભુલાય જુના વાદ -વિવાદ , ને થાય નવી શરૂઆત,
એ દ્રશ્ય જોઈ ઠંડક પામે મારા નયન,
જો એવું થાય મારુ જગુદન..

ભલે ગવાય સમૃદ્ધિ ના ગાન, પણ ઈર્ષાને નહોય સ્થાન,
વિચારોનું આવું આવે પરિવર્તન,
જો એવું થાય મારુ જગુદન..

ભલે શર કરો બધા મુકામ , પણ જો સ્વચ્છતાનું થાય ભાન,
તો બંધ થાય ઘર-ઘર બીમારીઓ નું રુદન,
જો એવું થાય મારુ જગુદન..

લગાવે ન ભાઈ ભાઈ પર લાંછન, ને સબંધ સાથે આવે સમજણ,
તો જન્મો જન્મ માંગુ અહીં જીવન,
જો એવું થાય મારુ જગુદન..

ભલે ફેશન નો લાવો ઉમંગ, પણ સાથે લાગે ભક્તિ નો રંગ,
તો થઇ જાય આવતા ભવ નું પણ રિઝર્વેશન,
જો એવું થાય મારુ જગુદન..

ચતુરાઈ ગામની દાસી , ને શાણાને ઈશારો જ કાફી,
વિશ્વાસ છે, ચોક્કસ બદલાશે વર્તન,
આવું જ થશે મારુ જગુદન..

જે ગામ નો વૈભવ, ને સૌંદર્ય જોઈ  જોઈને,
એક ઈજનેર ના હાથ માં પકડાઈ છે કલમ,
એવું છે મારુ જગુદન ...

અહીં સંસ્કૃતિ નો ઘેરાવો, ને મારા પૂર્વજોનો પરસેવો,
વારંવાર કરું છું આ ધરતીને નમન,
એવું છે મારુ જગુદન ...


                           -અભિ પટેલ



Comments

  1. એક ઇજનેર ના હાથ માં પકડાઇ છે કલમ...
    vaah Abhi vaah..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

જગુદણના પુસ્તકાલય ની આવી દશા ? કોણ છે જવાબદાર ? All about Jagudan library...

About Jagudan Village