જગુદણ માં ડિજિટલ પાણી....પાણીનું એટીએમ ...પ્રગતિ તરફ વધુ એક પગલું..

               હમણાં જ થોડા દિવસો પહેલા જગુદણ ની પ્રગતિ ના આકાશમાં વધુ એક તારો ઉમેરાયો છે. હવે જગુદણ વાસીઓ માટે ડિજિટલ પાણી ની સગવડ થઇ ગઈ છે. મિનરલ પાણી ની વ્યવસ્થા તો પહેલેથી ગામ માં હતી જ પરંતુ તેમાં જરૂરી એવા ફેરફાર કરી ને તેને ડિજિટલ ટેક્નોલોજી જોડે જોડી ને પૈસા અને પાણી બંને ને વેડફાતા બચાવવા માટે જગુદણ ગ્રામપંચાયતે આ અમુલ પગલું ભર્યું છે.

વિગતવાર કાર્યપદ્ધત્તી 


  • ગામવાસીઓ ને એક કાર્ડ આપવામાં આવશે જેનો ચાર્જ રહેશે 160  રૂપિયા , જેમાં તેમનું પહેલા મહિનાનું 100 રૂપિયાનું રિચાર્જ અને કાર્ડના 60 રૂપિયા નો સમાવેશ થાય છે.
card for water
  • કાર્ડ મળ્યા બાદ તેમને ગામના મિનરલ વોટર પ્લાન્ટ એ જવાનું રહેશે અને પોતાનું કાર્ડ ત્યાં રહેલા બે મશીન માંથી ગમે તે એક મશીન માં સ્કેન કરવાનું રહેશે. 
  • પહેલું મશીન 10 લીટર અને બીજું મશીન 20 લીટર પાણી આપશે.
two machines
  • કાર્ડ સ્કેન કરતાજ નીચેના નળ માંથી પાણી આવવા લાગશે અને 10 લીટર કે  20 લીટર થઇ જતા જાતેજ બંધ થઇ જશે.
  • 10 લીટર ના મશીનમાંથી 2 રૂપિયા અને 20 લીટર ના મશીનમાંથી 4 રૂપિયા કપાશે.

    place where water will available
  • આમ 100 રૂપિયા પુરા થઇ જતા નવું રિચાર્જ કરાવવું પડશે.  
inner plant
  • વધુ માહિતી માટે જગુદણ પાણી અને સ્વછતા સમિતિ નો સંપર્ક કરવો. 

ફાયદાઓ

  • ગામ ડિજિટલાઇઝ થશે.
  • પાણીનો બચાવ થશે.
  • આખી સિસ્ટમ પ્રિપેઇડ થશે એટલે પૈસા ની જોગવાઈ સારી થશે.
  • કોઈ અનૈતિકતા ને સ્થાન નથી, કામગીરી પારદર્શક બનશે.
    

Comments

Popular posts from this blog

જગુદણના પુસ્તકાલય ની આવી દશા ? કોણ છે જવાબદાર ? All about Jagudan library...

About Jagudan Village

કે કેવું છે મારુ જગુદન ? :- Poem on Jagudan