Posts

Showing posts from April, 2018

જગુદણ રેલવે લાઈન પર શેનું ચાલી રહ્યું છે કામ ?? શું છે DFC ? જગુદણ ને શું ફાયદો ?? - Western DFC Gujarat

Image
      છે લ્લા કેટલાક સમય થી જગુદણ ના રેલવે સ્ટેશન પાસે કામ ચાલી રહ્યું છે આ કામ અમદાવાદ થી જગુદણ સુધી ની રેલવે લાઈન પાસે ચાલી રહ્યું છે અને જગુદણ થી વળી જાય છે....ગામ માં આ કામ વિશે અલગ અલગ તર્કો ચાલી રહ્યા છે ... તો જાણો આ શેનું કામ ચાલી રહ્યું છે ..અને Dedicated Freight Corridor (DFC ) "ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન (સમર્પિત માલ કોરિડોર )"    હા, આ કામ રેલવે સબંધિત છે। ..ભારત માં દરરોજ 2 કરોડ 30 લાખ લોકો ભારતીય રેલ નો ઉપયોગ કરે છે. અને 30 લાખ ટન થી  વધુ માલ એક જગ્યા એ થી બીજી જગ્યા એ લઇ જવામાં આવે છે. ભારતની હાલ ની રેલવે લાઈનો પર જરૂર થી વધુ દબાણ છે જે યાત્રીઓ અને માલપરીવહન માટે મોટી કસોટી છે. ભારતમાં સડક માર્ગો નું પ્રભુત્વ વધી રહ્યું છે જેના કારણે રેલવે થી થતી માલ હેરફેર ઓછી થઇ છે. 1950-51 માં 86% માલ ની હેરફેર રેલવે થી થતી હતી જે હવે 2011-12 માં 36% થઇ ને ગઈ છે.  આ કારણોસર ભારત સરકારે  30 ઓક્ટોબર 2006 એ DFC (સમર્પિત માલ કોરિડોર) ની શરૂઆત કરી. ઉદેશ :- યાત્રી અને માલ બંને નું સંચાલન અલગ અલગ કરવું..  પ્રથમ ચરણ માં બે કોરિડોર બનાવવાનું નક