Posts

Showing posts from August, 2017

જગુદણના પુસ્તકાલય ની આવી દશા ? કોણ છે જવાબદાર ? All about Jagudan library...

Image
શુ જગુદણ માં પુસ્તકાલય છે ? library છે ?   આ સવાલ છે આજે અમુક જગુદણ ના લોકો નો. મોટા ભાગના લોકો ને એ ખબર જ નથી કે જગુદણ માં એક સરકારી પુસ્તકાલય છે. જેને ખબર છે તેઓ કાંતો ઘરડા છે અથવા પુસ્તકાલય ની આજુબાજુ રહે છે. બાકીના વિસ્તાર માં રહેતા લોકો ને એમાંય ખાસ કરીને યુવા પેઢીને ખબર જ નથી કે જગુદણ માં પુસ્તકાલય છે અને તે પણ સરકારી છે. સરકાર દ્વારા મફત પ્રાપ્ત થતા બધા જ સામાયિકો, સાપ્તાહિકો અને માસિક પુસ્તકો આ પુસ્તકાલય માં આવે છે.તો ચાલો આજે આ ખોવાઈ ગયેલા પુસ્તકાલય ને અંદર થી નીરખીયે..... ઇતિહાસ     આ પણું પુસ્તકાલય ખુબજ જૂનું છે તેનું બાંધકામ 1952-1956 ની વચ્ચે કરવા માં આવ્યું હતું. તે વખતે ગામ ના બે દાતાઓ ,સરકાર ની મદદ,અને મહેસાણા જિલ્લા લોકલ બોર્ડ ની મદદ થી 10,000 રૂપિયા ભેગા કરીને  આ પુસ્તકાલય ઉભું કરવામાં આવ્યું હતું. એ વખત ના મોઘામૂલા 10000 રૂપિયા ખર્ચી ને બનાવાયેલુ  આ પુસ્તકાલય આજે પણ આપણા પૂર્વજ કાલ  ના શિક્ષણ માટે કેટલા ચિંતિત હતા તેની સાક્ષી પુરે છે. ગામ ભણે વાંચે આગળ વધે એવો એમનો પ્રયત્ન રહ્યો હશે. વિશિષ્ટતાઓ            બહાર થી ખરાબ દેખાતા આ પુસ્તકલાય માં શુ