Posts

Showing posts from July, 2017

કે કેવું છે મારુ જગુદન ? :- Poem on Jagudan

Image
વહેલી પરોઢિયે ઊઠયો હતો , ને સુરજ જોઈ વિચારતો હતો, લાવ ને કહું મારા ગામ વિશે બે વચન , કે કેવું છે મારુ જગુદન ? જ્યાં સુરજ ઉગે સોનાનો , ને રાત થાય રૂપની , જ્યાં આખો ' દિ હોય મહેનત ની લગન, એવું છે મારુ જગુદન.. અહીં ખેતરો છે ગામ માં , ને ઉદ્યોગો પણ કતારમાં, જ્યાં સતત ચાલે ઘરમાં ચુલાનું સ્પંદન, એવું છે મારુ જગુદન ... અહીં નથી એકેય નદી , કે નથી એકેય વન, તોયે થઇ જાય સાવજ થઇને ફરવાનું મન, એવું છે મારુ જગુદન ... અહીં પુરુષ માં પુરુષાર્થ વધુ , ને મહિલા ને માન વધુ, જ્યાં બાળકોનો વિશ્વાસ આંબે ગગન, એવું છે મારુ જગુદન ... અહીં વીરપુરુષ ને માન મળે , ને દેવાલય ને દાન મળે, જ્યાં દુરાચારી નું થાય છે મર્દન, એવું છે મારુ જગુદન ... અહીં સજ્જન સાથે ગામ, તોયે એને પણ લગામ, દુર્જનોને દેખાડે ગામ દર્પણ, એવું છે મારુ જગુદન ... અહીં વૃદ્ધો પાસે જ્ઞાન , ને વિદ્યાર્થી પાસે વિજ્ઞાન, જ્યાં યુવાન હોય કામ માટે થનગન, એવું છે મારુ જગુદન ... અહીં ઉત્સવોના છે રંગ , ને વાય મસ્તીના પવન, જ્યાં થાય વારંવાર જવાનું મન, એવું છે મારુ જગુદન ...   સાંજ પડી કામ માં ને ફરવા નીકળ્યો ગા